મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઘેડ પંથકના વરસાદી પાણી ભરવાનો કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા નદીઓને ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, મંત્રીએ ફુલરામા અને મેખડી ગામ નજીક ચાલતા કામોનું અવલોકન કર્યા બાદ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટેની યોજના સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં થયેલી કામગીરીની પ્રગતિની વિગતો મેળવી હતી, સાથે જ ફેઝ – ૨ના કામગીરીના આયોજનની પણ સમીક્ષા…

Read More

ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, વડોદરા       વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્રની ટીમો દ્વારા સતત ફિલ્ડ ચેકિંગ હાથ ધરીને આવા અનધિકૃત ઉપયોગ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પુરવઠા વિભાગની ટીમે વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં આવેલી હોટેલ ગેલેક્સી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તપાસ દરમિયાન હોટેલના રસોડામાં વ્યાપારી હેતુ માટે નિયમોનું ઉલ્લંઘન કરી ઉપયોગમાં લેવાતા ખાનગી…

Read More

ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કર્યું લોકાર્પણ- ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગને ખુલ્લી મુકવાની સાથે કેશોદ અને માણાવદર વિધાનસભા ક્ષેત્રના જન સુવિધા અને જન સુખાકારીના અંદાજે ૮.૪૩ કરોડના ૧૩૯ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું.  આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સતત વિકાસલક્ષી કામોથી લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થયો છે, દરેક ગામને જોડતા પાક્કા રસ્તાઓ, પાણી, વીજળી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સાથે નોન પ્લાન રસ્તાઓ બને સહિતના વિકાસના કામો માટે લોકોની અપેક્ષાઓ પણ વધી…

Read More

આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વપૂર્ણ કદમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના બે આદિવાસી જિલ્લા પંચમહાલ અને દાહોદ ખાતે એક જ દિવસમાં ₹1100 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં ₹732 કરોડના 112 કામો તથા દાહોદ જિલ્લામાં ₹367 કરોડના વિકાસ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી. મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે ₹406 કરોડની ઉદવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું. આ વર્ષના રૂપિયા ચાર લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં ₹485 કરોડ આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન માટે ફાળવાયા…

Read More

મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલું LPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         સમગ્ર રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા CGD (શહેરી ગેસ વિતરણ) કંપનીઓ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલું LPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવાયું. ઘરેલું વપરાશ માટેના LPG ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, હોસ્ટેલ, સામુદાયિક-સામાજિક કલ્યાણકારી…

Read More

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ડાંગ જિલ્લાનો પ્રવાસ : બીજો દિવસ

હિન્દ ન્યુઝ, ડાંગ  “પ્રાકૃતિક જીવન ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. તેની નજીક રહેવાથી જીવન સ્વસ્થ, શાંત અને સૌભાગ્યશાળી રહે છે. શહેરમાં લોકો બીમારી અને ચિંતાથી પીડાઈ છે, ત્યારે ડાંગ જિલ્લાના આવા વાતાવરણમાં સાચું સુખ અને આનંદ મળે છે. પ્રકૃતિ આપણને અનુશાસન શીખવે છે. ભગવાન રામે પણ પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં આવવાનો સંયોગ ન રચાયો પણ આજે હનુમાન દાદાની કૃપાથી અહીં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.” ઉપરોક્ત શબ્દો સંપૂર્ણ આદિવાસી અને દંડકારણ્યની પાવન ધરા પર ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ”ના ૧૭૫માં હનુમાન…

Read More

ડાંગમાં આદિવાસી સંસ્કૃતિનો રંગારંગ ઉત્સવ, પાવરી અને ડાંગી નૃત્ય એ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને તેમના પરિવારને મંત્રમુગ્ધ કર્યા

હિન્દ ન્યુઝ, ડાંગ       ભારતના ૧૪માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી આજથી બે દિવસીય દંડકારણ્યની પાવન ધરા ડાંગ જિલ્લામાં પરિવાર સાથે પધાર્યા છે ત્યારે ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શનિવારે રાત્રે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પાવરી અને ડાંગી નૃત્યનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  આહવા સર્કિટ હાઉસના પટાંગણમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આહવા તાલુકાના ચીંચલી ગામના રાધિકા આદિવાસી લોક નૃત્ય કલા મંડળના ૧૪ કલાકારોએ પરંપરાગત પાવરી નૃત્ય અને ધવલીદોડ ગામના પ્રગતિ યુવક મંડળના ૨૦ કલાકારોએ…

Read More

તા. 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       વર્ષ 2025 દરમિયાન રાજ્ય અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા અનુક્રમે 1,670 અને 12,920 કેસના નિકાલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન દ્વારા 22,700થી વધુ લોકોને માર્ગદર્શન મળ્યું. રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પોર્ટલ ઈ જાગૃતિ અને 1915 હેલ્પલાઈન ઉપરાંત, રાજ્ય સ્તરે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે રાજ્ય સરકારનો હેલ્પ લાઇન નંબર 14437 કાર્યરત. આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026ની ઉજવણી “સેફ પ્રોડક્ટ્સ, કોન્ફિડન્ટ કન્સ્યુમર્સ” થીમ હેઠળ કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોમાં ગ્રાહક તરીકેની જાગૃતિ વધે, રાજ્યનું યુવાધન ગ્રાહક સુરક્ષા…

Read More

બારડોલી ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, બારડોલી      આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બારડોલી સ્થિત પ્રજાપતિ સમાજની વાડી, ગાંધી રોડ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં પોષણ પ્રદાન મિલેટસ ધાન્યોના ઉપયોગ માટેની જાગૃતતા વધારવા તથા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગાય આધારિત ખેતી તરફ વાળવાના ઉદ્દેશથી ખેડૂતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને નવીન માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. વિશેષત: બારડોલી તાલુકાના ૫૪૬૩ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન…

Read More

દલિત મહિલા સફાઈ કર્મચારીને કાલાવડ ભાજપ કોર્પોરેટર અને બે વેપારીઓ દ્વારા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ !!!

હિન્દ ન્યુઝ, કાલાવડ        કાલાવડ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ઉષાબેન જયસુખભાઈ વાઘેલાના ઓને કાલાવડ વોર્ડ નંબર 4 ના ભાજપ કોર્પોરેટર જયેશભાઈ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ દ્વારા અવર નવર તેઓના વિસ્તારમાં સફાઈ કામ અંગે સરાજાહેર અપશબ્દો બોલી અને ખોટી ધાક ધમકીઓ આપી દલિત સમાજની મહિલાને માનસિક ત્રાસ આપવાના પગલે ગતરોજ ઉષાબેન વાઘેલાએ કાલાવડ ભાજપના કોર્પોરેટર જયેશ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે કાલાવડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે!!! કાલાવડ ભાજપના એક પુર્વ પ્રમુખ જે પોતે હિન્દુ સંગઠનો ના પ્રખર કાર્યકર હતા એવું…

Read More