વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા -કચ્છમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ ઘોરાડના બચ્ચાનો જન્મ -આગમન :વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા

હિન્દ ન્યુઝ, કચ્છ      ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)ના સંયુક્ત પ્રયાસોથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ -ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં કહ્યું કે,ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાસલ કરી…

Read More

કચ્છના આંગણે દશક બાદ ગુંજ્યો ‘ઘોરાડ’નો કિલકિલાટ: અબડાસામાં ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ દ્વારા ઐતિહાસિક સફળતા

હિન્દ ન્યુઝ, કચ્છ     કચ્છના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ અત્યંત દુર્લભ એવા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ (Jumpstart Approach) અને આધુનિક સંરક્ષણ પદ્ધતિનું પરિણામ ગણાવ્યું છે. ઓપરેશન એગ ટ્રાન્સફર: ૧૯ કલાકની રોડ મુસાફરી અને સફળ સેવન    કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત…

Read More

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ…

હિન્દ ન્યુઝ, સુરત    સુરતના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી. લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર નિર્ધારિત રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આજથી શરૂ; આ રૂટ પર આવતા કુલ 7 સ્ટેશન બિલ્ડિંગનું સ્ટ્રક્ચરનું કામ પણ પૂર્ણ સુરત મેટ્રોની આ પ્રગતિથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને ઝડપી, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે.

Read More

જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરાઈ

હિન્દ ન્યુઝ, કચ્છ      આજરોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, MS/HSD (પેટ્રોલ-ડિઝલ) તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુચારુ અને સતત જળવાઈ રહે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી જિલ્લા કલેકટર આનંદ પટેલએ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય…

Read More

કેન્દ્રીય મંત્રી l રામમોહન નાયડુ કિન્જરાપુ દ્વારા રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ   મંત્રીએ એરપોર્ટ ખાતે ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી  કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે  કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ : ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે.  

Read More

માધવપુર ઘેડના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

હિન્દ ન્યુઝ, પોરબંદર     તા. 30 માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના માધવપુરના મધુવનમાં લગ્ન, જાન પ્રસ્થાન પૂર્વે મંદિર આગળ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે માધવપુર ઘેડના મેળા અંગે સૌને શુભકામના પાઠવી અને જણાવ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે. સ્થાનિક તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક વિભાગ અને યાત્રાધામ બોર્ડ દ્વારા તા. 31મી માર્ચના રોજ દ્વારકામાં રુક્મિણી સત્કાર સમારોહ યોજાશે.

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યના લાખો પરિવારોનું ‘પોતાના ઘરનું સ્વપ્ન’ થયું સાકાર

‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ હિન્દ ન્યુઝ, ગાંધીનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરાશે; અંદાજે ₹651 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે. PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60:40ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ ₹1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે 100 ટકા રાજ્ય ફાળા હેઠળ ₹50 હજારની વધારાની સહાય આપવામાં આવે છે.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવેના આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક…

Read More

આસ્થાની સાથે આત્મનિર્ભરતાની જ્યોત બન્યું યાત્રાધામ સતાધાર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારમાં 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવતો વિશાળ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત; 1000 ગાયોના છાણનો ઉપયોગ કરી 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ ધરાવતું સતાધાર ધામ વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ પ્રતીક બન્યું. છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા; આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા 13,955 ઘનમીટર પ્રતિ દિવસ છે અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે. આગામી વર્ષ 2025-26 માટે સંસ્થાકીય બાયોગેસ યોજના અંતર્ગત કુલ ₹12.0 કરોડની જોગવાઈ હેઠળ…

Read More

મહુવા-વાલોડ-બારડોલી વિધાનસભા વિસ્તારમાં રૂ.૩૦૦ લાખના ખર્ચે ત્રણ ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા

હિન્દ ન્યુઝ, સુરત     મહુવા-વાલોડ-બારડોલી વિધાનસભા વિસ્તારના મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ રૂ.૩૦૦ લાખથી વધુની રકમના ખર્ચે તૈયાર થનારી ત્રણ મહત્વકાંક્ષી ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું.              અંબિકા તાલુકાના ગુણસવેલ ખાતે રૂ.૮૧.૭૧ લાખના ખર્ચે ગુણસવેલ ઉદ્વહન સિંચાઈ યોજના, રૂા.૧૩૮ લાખના ખર્ચે અંબિકાના વસરાઈ ખાતે ઉદ્વહન સિંચાઈ યોજના તથા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે રૂા.૭૯.૯૭ લાખના ખર્ચે નાલોઠા ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ત્રણેય યોજનાઓમાં કુલ રૂ.૩૦૦ લાખનો ખર્ચ થશે.           ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઉદ્વહન…

Read More