આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૮મી માર્ચના અવસરે “સ્વર શક્તિ” કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા     શહેરમાં વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત થવા જઈ રહી છે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૮મી માર્ચના અવસરે “સ્વર શક્તિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે અને જનતા માટે નિઃશુલ્ક ખુલ્લો રહેશે.  ભારતીય સંગીત પરંપરામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રચાયેલ સ્વર શક્તિ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન, ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત, વાદ્યસંગીત તેમજ આધુનિક સંગીત શૈલીઓ જેવી વિવિધ પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે.  આ સંગીત સમૂહમાં વડોદરાની 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની પ્રતિભાશાળી યુવતીઓ અને…

Read More

વડોદરા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા         કૌશલ્ય વર્ધન સાથે રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તરસાલી ખાતે તાજેતરમાં વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત ૪૦થી વધુ વિવિધ ટ્રેડના ૨૦૦૦થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની ખેલપ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્ટન, ગોળા ફેંક, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, ડોઝ બોલ અને કેરમ જેવી વિવિધ મેદાની તથા ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રમતગમત સપ્તાહના સફળ સમાપન નિમિત્તે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ…

Read More

જૂનાગઢ માં ” આહીર રત્ન ” સન્માન સમારોહ અને ગુજરાતનાં શિક્ષણ મંત્રી નો અભિવાદન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ         સામાજિક રીતે સવિશેષ અને પ્રથમ પહેલ કહી શકાય તેઓ દાખલો આહીર સમાજ નાં આયોજિત કાર્યક્રમ માં જોવા મળ્યો, જુદી જુદી જ્ઞાતિ કક્ષાએ અનેક કાર્યક્રમ આયોજિત થતાં હોય છે , પરંતુ જૂનાગઢ ખાતે શ્રી આહીર કેળવણી મંડળ સંસ્થા દ્વારા બીએપીએસ અક્ષર મંદિર મુખ્ય સભાગૃહ ખાતે આહીર સમાજ ની વિશાળ હાજરી માં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનાં આહીર યાદવ સમાજનાં વડીલો પૂર્વજો જેમણે ૫૦ થી ૧૦૦ વર્ષ પહેલા સમાજ જીવન નાં અને શેક્ષણિક વિકાસ માં મજબુત યોગદાન આપેલું હોય , તેવાં સમાજનાં ૨૯ દિવંગત…

Read More