હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સામાજિક રીતે સવિશેષ અને પ્રથમ પહેલ કહી શકાય તેઓ દાખલો આહીર સમાજ નાં આયોજિત કાર્યક્રમ માં જોવા મળ્યો, જુદી જુદી જ્ઞાતિ કક્ષાએ અનેક કાર્યક્રમ આયોજિત થતાં હોય છે , પરંતુ જૂનાગઢ ખાતે શ્રી આહીર કેળવણી મંડળ સંસ્થા દ્વારા બીએપીએસ અક્ષર મંદિર મુખ્ય સભાગૃહ ખાતે આહીર સમાજ ની વિશાળ હાજરી માં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનાં આહીર યાદવ સમાજનાં વડીલો પૂર્વજો જેમણે ૫૦ થી ૧૦૦ વર્ષ પહેલા સમાજ જીવન નાં અને શેક્ષણિક વિકાસ માં મજબુત યોગદાન આપેલું હોય , તેવાં સમાજનાં ૨૯ દિવંગત વિભૂતિઓ ” આહીર રત્ન ” દિવંગત પૂ. મંગલનાથ બાપુ, પેથલજીભાઈ ચાવડા, ધાનાભાઈ બારડ, પરિવારો, હમીરભાઈ સોલંકી, જશુભાઈ બારડ, સરમણભાઈ મારુ , કાળાભાઈ ચાવડા, રાઘવજી બલદાણીયા સહિત ૨૯ સ્વર્ગસ્થ આહીર રત્નો નું સન્માન, જેથી તેમનાં જીવન કાર્ય માંથી આજની વર્તમાન નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરી શકે. સાથે આ સન્માન કાર્યક્રમ શિક્ષણ રૂપી યજ્ઞ પણ બની રહ્યો જેમાં ગુજરાત સરકાર નાં રાજય કક્ષાનાં મંત્રી – ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગ ત્રિકમ ભાઈ છાંગા નું અભિવાદન થયું. તો આ કાર્યક્રમમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે ની સ્કોલરશીપ ફંડ માટે જૂનાગઢ માંથી રૂ. ૬૦ લાખ નું રેકર્ડ બ્રેક ફંડ આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ દરમ્યાન ફક્ત ૦૨ કલાક માં ઉપસ્થિતો દ્વારા પ્રાપ્ત થયું હતું.

સમગ્ર કાર્યક્રમ અખિલ ગુજરાત આહીર સમાજનાં પ્રમુખ અને પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનાં અધ્યક્ષ સ્થાને, ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી – ભગવાન ભાઈ બારડ દ્વારા, તેમજ સંત શ્રી મહાદેવગીરી બાપુ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, વેજાભાઈ રાવલીયા, દિનેશભાઈ ખટારીયા, હમીરભાઈ બારડ, પ્રવીણભાઈ ચાવડા, મુળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, બાલુભાઈ જાદવ, ભરતભાઈ નંદાણીયા સ્થાનિક સહીત અમદાવાદ, રાજકોટ , ગાંધીનગર, ગીર સોમનાથ,પોરબંદર, જામનગર નાં આહીર સમાજનાં અગ્રણીઓ તેમજ જૂનાગઢ જીલ્લાનો આહીર સમાજનાં ભાઈઓ બહેનો પરિવારો ખુબજ મોટી સંખ્યા હાજર રહ્યા હતા.

કાર્યક્રમ ગુજરાત આહીર કેળવણી મંડળ સંસ્થા નાં પ્રમુખ પ્રવીણ ભેડા, મહેશ કારેથા, કે.આર. રામ, મેરામણ ગંભીર નાં માર્ગદર્શન માં તેમજ સ્થાનિક કક્ષાએ રાઘવજી જાલંધરા, અર્જુન કારેથા , ડી.કે વરુ, સોનલબેન બોદર સહીત સ્થાનિક કર્મચારી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ વિગેરેએ કાર્યક્રમ ને સફળતા અપાવવા ભારે જહેમત ઉઠાવેલ.



