વલસાડ જિલ્લાના પુરગ્રસ્તોની વ્હારે આદિવાસી ગીતકાર દિપક ચોબડીયા, સ્વખર્ચે ૨૧૦૦ રાશનકિટ્સનું વિતરણ કર્યુ 

હિન્દ ન્યુઝ, વલસાડ 

   વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને મદદરૂપ બનવા વહીવટીતંત્ર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ જોડાઇ હતી. આ સેવા યજ્ઞમાં અનેક લોકોએ જોડાયને સેવા કાર્ય કર્યુ છે. ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયાના દિપકભાઇ ચોપડીયાએ ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ૨૧૦૦ જેટલી રાશન કિટસ બનાવી જરૂરતમંદો સુધી પહોચાડી હતી. 

  ઉમરગામ તાલુકાના પૂર અસરગ્રસ્ત એવા અંકલાછ, નગવાસ, ઝરોલી, ધનોલી, નંદીગામ, ભિલાડ, બોરલાઇ, કરમબેલે, નાહુલી, એકલેરા, પૂનાટ, જમ્બુરી અને મોહનગામ વિસ્તારોમાં ૨૧૦૦થી વધુ અનાજ કરિયાણાની કીટસનું સ્વખર્ચે બનાવી પાંચ દિવસ સુધી વિતરણ કર્યુ હતુ.

 પૂરમાં જેમની ઘરવખરી નાશ પામી એવા અસરગ્રસ્તો માટે સંકટના સારથી બની લોકોને અનાજ કરીયાણુ પૂરુ પાડી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. 

 દિપકભાઇ જણાવે છે કે, લગભગ દર વર્ષે પૂરમાં અંકલાછમાં ઘરો ડૂબે છે ,ત્યારે દર વર્ષે સેવા પુરી પાડે છે. આ સિવાય ગરીબ દિકરીના લગ્ન પ્રસંગ હોય તો પીઠીથી લઇ લગ્ન સુધીના જમવાનું અનાજ કરીયાણું ફ્રીમાં પુરૂ પાડે છે. 

 દિપકભાઇ ચોપડીયાના સેવા યજ્ઞમાં ૯૦થી વધુ લોકોએ સાથ સહકાર આપ્યો હતો જેમાં ૧૫-૨૦ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સાથે દરેક ગામના સરપંચઓ અને સભ્યઓના સાથ સહકારથી જરૂરીયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડી હતી. 

 

Related posts

Leave a Comment