હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા ભારતના બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય BLO કરે છે. જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્યો ગણાવી જણાવ્યું હતું કે જ્યારે BLO મતદારના ઘરે જાય છે અથવા મતદાર સાથે ફોન પર…
Read MoreDay: September 12, 2026
ગીર સોમનાથ જિલ્લામાં હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી માસમાં વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય જેથી ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વિગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય, તેમજ સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે.ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રી આર.જી.આલ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર તલવાર, ભાલા, ચપ્પુ અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આર.જી.આલ દ્રારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને તેમજ સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતઓને અને કોઈ લગ્નના વરઘોડાને તેમજ સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યક્તિઓને અને સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર…
Read Moreઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત/અસંગઠીત શ્રમીકો/કામદારોની નાગરીકતા વેરીફાઈ કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મુકામે રેયોન ફેકટરી, સુત્રાપાડા મુકામે જી.એચ.સી.એલ. અને સિધ્ધિ સિમેન્ટ ફેકટરી, કોડીનાર મુકામે અંબુજા ફેકટરી અને સ્યુગર ફેકટરી તથા તાલાલા મુકામે સ્યુગર ફેકટરી જેવા ઔદ્યોગીક એકમો આવેલા છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી નેશનલ હાઈવે નં.-૮(ઈ) પસાર થાય છે. જે રોડ ઉપર હાઈવે ઓથોરીટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો ચાલુ હોય તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજુરો લાવી તેમનો મજુરી કામમાં ઉપયોગ કરવામાં આવે છે. જે શ્રમિકો/કામદારોને રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી…
Read Moreશ્રાવણના અંતિમ દિને 1.24 લાખ જેટલા ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ B. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો અફાટ સાગર ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી જ શિવભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. શ્રાવણના અંતિમ દિને સોમનાથ દાદાના દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા 1.24 લાખ જેટલા ભાવિકો પધાર્યા હતા. આખો દિવસ મંદિર પરિસર “હર હર મહાદેવ” અને “જય સોમનાથ” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજાઓ: સોમનાથ મંદિર પરિસરમાં આખો દિવસ વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદનો ગુંજારવ રહ્યો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં…
Read More