હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સક્રીય રીતે કામગીરી કરી રહ્યું છે. કચ્છમાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિતરણ વ્યવસ્થા મુદે્ કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા નિયમિત સમીક્ષા કરાઇ રહી છે. વર્તમાન સમયમાં કચ્છમાં 52 ઘાસડેપો પરથી સક્રીય રીતે પશુઓની જઠરાગ્નિ ઠારવા ઘાસ વિતરણ ચાલુ છે. આ અંગે અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની વર્ષાઋતુમાં નોંધપાત્ર વરસાદ ન પડવાથી કચ્છ જિલ્લામાં ઘાસચારાની જરૂરીયાતને…
Read MoreDay: September 11, 2026
ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેનના અધ્યક્ષ સ્થાને “પોષણ ઉત્સવ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ગરબાડા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને “પોષણ ઉત્સવ”*ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશી , તાલુકા આરોગ્ય અધિકારી અવિનાશ ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણનું મહત્વ સમજાવી “સુપોષિત પરિવાર – સ્વસ્થ સમાજ” નો સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો અને માતાઓના યોગ્ય પોષણ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો તેમજ મિલેટ્સ જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ પોષણલક્ષી…
Read Moreગેરકાયદેસર સાગના વૃક્ષના કટીંગમાં ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
હિન્દ ન્યુઝ, ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેંજના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આહવા-પૂર્વ રેંજના કંપા નં. ૧૨૯ના જંગલ વિસ્તારમાં તા. ૮/૯/૨૦૨૬ના રોજ સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ થઈ રહ્યું હોવાની સ્થાનિક વનકર્મીઓને બાતમી મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં (૧) ભરતભાઈ નાનુભાઈ નિંબારે, (૨) તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને (૩) નરેન્દ્રભાઈ નાનુભાઈ…
Read Moreસંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાંથી “રુંજિયા રીપેન્સ’ છોડની એક નવી વરાયટી શોધી: ગુજરાતની જૈવ-વિવિધતામાં વધારો
હિન્દ ન્યુઝ, ડાંગ ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોએ છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ (Rungia repens var. alba) ની ઓળખ કરી છે અને રાજ્યની વનસ્પતિ સૃષ્ટિમાં આ છોડની નવી વરાયટીનો ઉમેરો થયો છે: અર્જુન મોઢવાડિયા, મંત્રી, વન અને પર્યાવરણ મંત્રી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)નાં સંશોધકોએ ‘રુંજિયા રીપેન્સ’ (Rungia repens)ની નવી સફેદ ફૂલોવાળી જાતની નવી વરાયટી શોધી છે અને ગુજરાતનાં વનસ્પતિ વૈવિદ્યતામાં એક નવા છોડનો ઉમેરો થયો છે. “આ નવા ઓળખાયેલા છોડની વરાયટીનું નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ રાખવામાં આવ્યું છે, જેમાં ‘આલ્બા’…
Read Moreસખી વન સ્ટોપ સેન્ટર, આહવાના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ આહવા (ડાંગ) ખાતે મહિલાઓની સુરક્ષા, સહાય અને સશક્તિકરણ માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડાંગ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન હીરાભાઈ રાઉતના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનીષાબેન મુલતાનીના દિશાદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રીમતી ચંદ્રકલાબેન ગાવિત, કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી યોગિતાબેન, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી સુંદરબેન ચૌધરી, મહિલા પોલીસ સ્ટેશન, આહવાના…
Read Moreચીકટિયા ગામની મુલાકાત દરમિયાન ડાંગ કલેક્ટરને ગ્રામજનો દ્વારા વીજળીના પ્રશ્નની રજૂઆત મળતાં તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા ગામમાં થ્રી-ફેઝ વીજ જોડાણ, વિવિધ જગ્યાએ નમી ગયેલા વીજ પોલ તેમજ ઢીલા વાયરોની સમસ્યા અને ગામના નવા મકાનોમાં વીજ જોડાણ મેળવવા અંગે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને પગલે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે કલેક્ટર એન.ડી. પરમારે વીજ વિભાગના અધિકારીઓને જરૂરી…
Read Moreરાણીયા પ્રાથમિક શાળામાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સી.આર.સી. અંતર્ગત આવેલી રાણીયા પ્રાથમિક શાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં શાળાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તથા રાણીયા ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની ગૌરવવંતી શૈક્ષણિક સફરને સ્મરણ કરવામાં આવી હતી. શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબો, નાનું નાટક સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પ્રતિભાવો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના…
Read Moreરાષ્ટ્રપતિની વડોદરા-પાદરા મુલાકાતને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, વડોદરા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આગામી તા. ૨૩ના રોજ વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે પધારનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને અનુલક્ષીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાત સુચારૂ, વ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રપતિશ્રીના આગમન-પ્રસ્થાન, કાર્યક્રમ સ્થળે જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ તેમજ માર્ગ વ્યવસ્થા સહિતની વિવિધ બાબતો અંગે સંબંધિત…
Read Moreગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ સર્વાનુમતે પસાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યના 106 લાખથી વધુ ભેંસો, 96 લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં સહિતના બહોળા પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો. આ વિધેયક દ્વારા પશુ આહારના વ્યવસાયમાં પારદર્શિતા અને ગુણવત્તા લાવવા માટે કેટલીક કડક જોગવાઈઓ કરવામાં આવી છે. 🔹 પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનશે. 🔹 દરેક ઉત્પાદકે હવે BIS અને ICAR દ્વારા નિર્ધારિત ધોરણોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. 🔹 પશુ આહારના નમૂનાઓનું સમયાંતરે પૃથ્થકરણ અને પરીક્ષણ કરવામાં આવશે.…
Read Moreગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026 વિધાનસભામાં પસાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સુધારા વિધેયકમાં સાચા અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોની નોંધ તે જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરાઈ; આ સુધારાનો હેતુ કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓને લાભ આપવાનો છે, જેથી નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા અન્ય લાગુ પડતી કાયદાની જોગવાઈઓને આધીન ઝડપથી પૂર્ણ થઈ શકે. જે મુજબ, એક જ દિવસમાં કામની જોગવાઈ અનુસાર, જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે. જેથી…
Read More