હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યના 106 લાખથી વધુ ભેંસો, 96 લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં સહિતના બહોળા પશુધનના આરોગ્યની સુરક્ષા અને દૂધ ઉત્પાદકતામાં વધારો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો.
આ વિધેયક દ્વારા પશુ આહારના વ્યવસાયમાં પારદર્શિતા અને ગુણવત્તા લાવવા માટે કેટલીક કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
🔹 પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે હવે લાયસન્સ લેવું ફરજિયાત બનશે.
🔹 દરેક ઉત્પાદકે હવે BIS અને ICAR દ્વારા નિર્ધારિત ધોરણોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
🔹 પશુ આહારના નમૂનાઓનું સમયાંતરે પૃથ્થકરણ અને પરીક્ષણ કરવામાં આવશે.
🔹 ગેરમાર્ગે દોરતી જાહેરાતો કે ભ્રામક બ્રાન્ડિંગ અટકાવવા માટે પેકેજિંગ અને લેબલિંગના નિયમો પણ નક્કી કરાયા છે.
🔹 પશુપાલકો સાથે છેતરપિંડી કરનારા અને ભેળસેળયુક્ત આહાર બનાવનારાઓ સામે મંત્રીએ કડક હાથે કામ લેવાની નેમ વ્યક્ત કરી છે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સ્વસ્થ પશુ, સમૃદ્ધ પશુપાલક અને સશક્ત ગ્રામ્ય અર્થતંત્ર એ જ મુખ્ય સંકલ્પ.
