વડોદરા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા

        કૌશલ્ય વર્ધન સાથે રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તરસાલી ખાતે તાજેતરમાં વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત ૪૦થી વધુ વિવિધ ટ્રેડના ૨૦૦૦થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની ખેલપ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્ટન, ગોળા ફેંક, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, ડોઝ બોલ અને કેરમ જેવી વિવિધ મેદાની તથા ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ રમતગમત સપ્તાહના સફળ સમાપન નિમિત્તે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ સંસ્થા ખાતે એક વિશેષ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત વિજેતા તાલીમાર્થીઓને મેડલ તથા ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment