PM-KUSUM યોજનાથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ; 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ થકી આદિવાસી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

હિન્દ ન્યુઝ, નર્મદા

    નર્મદા જિલ્લાના અંતરિયાળ, ઇકો-સેન્સિટિવ વિસ્તાર અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં PM-KUSUM યોજના હેઠળ ₹618.41 કરોડના ખર્ચે 14,989 સોલાર પંપ ફાળવીને સિંચાઈ ક્ષેત્રે વ્યાપક પરિવર્તન આવ્યું; આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 ટકા સહાય ઉપલબ્ધ કરાવાતાં આદિવાસી ખેડૂતો પર કોઈ આર્થિક ભારણ રહ્યાં વિના ડીઝલમુક્ત અને ચોમાસા આધારિત ખેતીમાંથી બારેમાસ સિંચાઈ સુનિશ્ચિત થઈ

ઓફ-ગ્રીડ સોલાર પંપના કારણે પર્યાવરણ અને વન્યજીવોની જાળવણી સાથે વર્ષમાં ત્રણેય ઋતુમાં પાક લેવો શક્ય બન્યો છે. જેનાથી ગામડાંઓમાં જ રોજગારી મળતાં આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકવાની સાથે પશુપાલન તેમજ કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

Related posts

Leave a Comment