ગુજરાત ફ્લડ કંટ્રોલ સેલ: સચોટ માહિતી, ઝડપી સંકલન અને ત્વરિત કામગીરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સુચારુ દેખરેખ રાખવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ ટૅકનોલોજીથી સુસજ્જ બન્યું.

રાજ્યના 207 જળાશયોના જળસ્તર, પાણીની આવક-જાવક અને વરસાદી આંકડા પર રિઅલ-ટાઇમ મોનિટરિંગ; 413 વાયરલેસ સેટ, 14 સેટેલાઇટ ફોન, 12 ડેડિકેટેડ હોટલાઇન કનેક્શનની મદદથી સતત સંકલન

ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન કરી Reservoir Data Management System https://wrd-dam.gujarat.gov.in/index.php પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે; ચોમાસા દરમિયાન 01 જૂનથી 31 ઓક્ટોબર સુધી મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સહિત રાજ્યના 12 પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો 24×7 કાર્યરત રહે છે.

Related posts

Leave a Comment