હિન્દ ન્યુઝ, નર્મદા
ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા માર્ગોને પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. કેવડિયા–તણખલા માર્ગ પર ત્રણ સ્થળોએ ડાયવર્ઝન રિપેરીંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર સુચારુ રીતે શરૂ કરવામાં આવ્યો છે. બાકીના સ્થળોએ પણ વહેલી તકે રસ્તાઓ ખુલ્લા કરવા મશીનરી અને માનવબળ સાથે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
