રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 69 મિ.મી. વરસાદ નોંધાયો 

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આજે સવારે 6:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના પડધરીમાં 38 મિ.મી., વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 33 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 31 મિ.મી. અને કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં 25 મિ.મી., જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં 23-23 મિ.મી. વરસાદ નોંધાયો છે.

Related posts

Leave a Comment