હિન્દ ન્યુઝ, લુણાવાડા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગરે પ્રત્યક્ષ મુલાકાત લીધી.વહીવટી તંત્રની નિયમિત દેખરેખ અને નિરીક્ષણની કામગીરીના ભાગરૂપે આયોજિત આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન કલેક્ટરએ બ્રિજની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું.
