હિન્દ ન્યુઝ, દાહોદ
વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી જયાં પાણી ભરાતું હોય ત્યાં વાવેતર કરવું નહિ. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલા હોય તો તેને દુર કરવા તેમજ તુવેરમાં બડધો પાક લેવો નહિ.
દર ત્રણ વર્ષે દિવેલા જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી.
તુવેરના પાકમાં મકાઇને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.
દિવેલીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં આપવો
બીજ માવજત તરીકે કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ કે થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. અને ટ્રાયકોડમાં વીરડી ૨.૫ કિગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરડીનો ખીળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.
અથવા ટ્રાઇકોડમાં હારજીયમ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા કાર્બોક્ષીન + થાયરમ ૮ બજારમાં મળતું તૈયાર મિશ્રણ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે ટ્રાયકોડમાં હારજીથમ ૪ કિલો પ્રતિ હેક્ટર વાવણી વખતે ચાસમાં આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડૉઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.
