હિન્દ ન્યુઝ, ખંભાળિયા
ખંભાળિયા ડેપો ખાતે એસ.ટી.મજદૂર સંઘ ની ત્રિમાસિક કારોબારીની મિટિંગ માં ગુજરાત એસ.ટી.મજદૂર મહાસંઘ ના સંગઠન મંત્રી મહેશભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને એસ.ટી.મજદૂર સંઘ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા ના હોદેદારો ને આવકારી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ એસ.ટી.મજદૂર સંઘ મા જુના અને સક્રિય કાર્યકર મિલન ભાઈ રાઠોડ ને એસ.ટી.મજદૂર સંઘ જામનગર મા ઉપાધ્યક્ષ તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ હતી આ કાર્યક્રમ મા જામનગર વિભાગના પદાધિકારીઓ મુળજીભાઈ ચાંડપા, સંજયભાઈ ડોડીયા, રાજકોટ વિભાગના ખજાનચી, હરેશભાઇ ચાઉ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર ની ટીમ દ્વારા આપોજન કરવામાં આવેલ અને સંચાલન હિતેષભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળિયા