ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વિજ તંત્ર દ્વારા વીજ પોલ ઉભા કરવાની કામગીરી હલકી ગુણવત્તાવાળું કર્યાનો ખેડૂતોનો આક્ષેપ

 

હિન્દ ન્યુઝ, ઉના

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાવરડા અને પાતાપુર વાડી વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા વીજ પોલ વાવાઝોડા બાદ પડી ગયા હતા તે વીજ પોલ વીજતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેમાં આ વિસ્તારના ખેડૂતોનો એવો આક્ષેપ છે કે વીજપોલ ઊભા કરવાની કામગીરી માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેગ્યુલર પાવર ખેડૂતોને મળતો નથી. એવામાં વીજપોલ પડી જવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમકે હાલ આ વિસ્તારમાં થોડાંક વરસાદ પડવાથી વીજપોલ જે ઉભા કરવામાં આવ્યા હતા તે ખેડૂતોની વાડીમાં પડી જવાથી ખેડૂતોના પાકને તેમજ વીજળીના હોવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. વાવરડા ફિડર લાઈનમાં થોડોક વરસાદ પડવાથી આઠ જેટલા વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. જેમાં વીજ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ છતી થાય છે. આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે કે આ કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે અને અમને વીજ પુરવઠો વહેલામાં વહેલીતકે આપવામાં આવે એવી સરકાર પાસે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment