હિન્દ ન્યૂઝ, મોડાસા
લોહપુરુષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે મોડાસા કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે તથા અધિક કલેકટર આર.જે.વલવી ની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા. જેમા રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં. જેમાં અધિક નિવાસી અધિક કલેકટર આર.જે. વલવી સહિત અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા