ગીરનાર રોપ વે ની ટીકીટ ના દર ધટાડવા તેમજ આવનાર પ્રવાસીઓ માટે ગીરનાર ની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધા ઓ આપવા ઉષાબેન કુસકીયા ની માંગણી

હિન્દ ન્યૂઝ, વેરાવળ

                                  વેરાવળ દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૦ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન મા અંબાના દર્શન નો લ્હાવો દરેક ને મળી રહે તે માટે માં અંબાની કૃપા દ્રષ્ટિ સાથે લોકો નુ સપનુ સાકાર થઇ આવેલ છે અને સોરઠ ની જનતાનું વર્ષો જુનું સપનું સાકાર થઇ આવેલ છે. ત્યારે આ સંબંધે જે ટિકિટ નો દર રાખવામાં આવેલ છે જે ખૂબજ વધારે હોય છે. લાખો પ્રવાસીઓ ના વિશાળ હિત માં વ્યાજબી દર નક્કી કરવા તેમજ પ્રવાસીઓને આકર્ષવા અને પર્યટક સ્તરના જરૂરી વિકાસ માટે ગીરનાર ની ટોચ ઉપર પ્રવાસીઓ માટે જમવા તેમજ રહેવાની સુવિધા ઓ પુરી પાડવામાં આવે તેવી પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા માંગણી કરવામાં આવેલ છે. આ તકે ઉષાબેન કુસકીયા એ વધુ માં જણાવેલ કે ટિકિટ ના ઉંચા દરના કારણે લોકોમાં રોષની લાગણી પ્રગટેલ છે ત્યારે સરકારે આ બાબતે ગંભીર નોંધ લેવી જોઈએ. સમગ્ર ગુજરાતમાં રોપ વે ના ટિકિટ ના દર જોવા જોઈએ તો સાપુતારા માં રૂપિયા ૬૨ જ્યારે અંબાજી માં રૂપિયા ૧૧૮ અને પાવાગઢમાં રૂપિયા ૧૪૧ જેટલા આવેલ છે ત્યારે ગીરનારમા રૂપિયા ૭૫૦ જેવો ભાવ અસહ્ય અને અન્યાયકર્તા હોય પ્રવાસીઓ ઉપર ધેરી અસર કરતી હોય જેના કારણે પ્રવાસીઓની સંખ્યા ધટવા પામેલ છે અને આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઇ શકે તેવી પુરી સંભાવના રહેલ હોય જેથી સત્વરે યોગ્ય કરવા માગણી કરેલ છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment