હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રવણ કૃષ્ણ ચતુર્દશી પર સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. એક તરફ જ્યારે અન્ય દેવતાઓ સોનુ અને રત્ન જડિત આભૂષણો પહેરે છે ત્યારે શિવજીનો શણગાર ભસ્મ માનવામાં આવે છે. ભસ્મ એ નશ્વરતાનું પ્રતીક છે. કોઈપણ મોટી શક્તિ વસ્તુ કે વ્યક્તિ એક દિવસ પંચમહાભૂતમાં વિલીન થાય છે. એટલે જ શિવજીને ભસ્મ પ્રિય છે. આજરોજ માસિક શિવરાત્રિના અવસરે સોમનાથ જ્યોતિર્લિંગ પર ભસ્મ નો લેપ લગાવવામાં આવેલ. સોમનાથ મહાદેવના આ અલૌકિક શૃંગારના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
Read MoreDay: September 1, 2024
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 12 જ્યોતિર્લિંગ દર્શન
હિન્દ ન્યુઝ, દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ દર્શન. જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદનાથ, ભીમાશંકર, રામેશ્વર નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્નેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગ ઝાંખી દર્શન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાંસોજ ગામના સરપંચ ગંગાબેન મોહનભાઈ, ઓલવાણના સરપંચ મોહનભાઈ, ખંઢેરાના સરપંચ પ્રવીણભાઈ, કોળી સમાજના પટેલ બીજલભાઇ, વણાકબારા ના સરપંચ મેઘજીભાઈ, નરસિંહભાઈ, કાંતાબેન, દમયંતીબેન, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન કાંતિભાઈ બામણીયા પણ હાજર રહ્યા. ઘોઘલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ જમનાદાસભાઈ ઘેડિયા પણ હાજર રહ્યા. દરેક…
Read Moreઅડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા સ્કુલ ચિલ્ડ્રન હોલ,પાર્ટી પ્લોટ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, અડાજણ ખાતે ‘માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર છે. આ માટી મૂર્તિ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી બપોરેના ૦૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે. મેયરએ જળ-જમીનનું પ્રદૂષણ ન…
Read Moreસુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતા
હિન્દ ન્યુઝ, સુરત આકસ્મિક દુર્ઘટના, અકસ્માતોમાં દર્દીઓ, ઈજાગ્રસ્ત લોકોની દિવસરાત નિઃસ્વાર્થભાવે આરોગ્ય સેવા કરતા સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રમાણિકતાની મિસાલ કાયમ કરી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮- નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત તા.૩૧મીએ રાત્રે ૮.૧૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સી સેવા નિયોલ લોકેશનને એક્સિડન્ટનો કોલ મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ૮.૧૪ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ૧૦૮ કર્મીઓને જણાયું કે, આઉટર રિંગરોડની…
Read Moreસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દીવ આપણે બધા જાણીએ છીએ કે 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં “રાષ્ટ્રીય ખેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “રાષ્ટ્રીય ખેલ દિવસ”ના અનુસંધાને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દીવમાં ટેબલ ટેનિસ ઓપન મેન્સ અને વુમન, ઘોઘલા બીચ ખાતે ઓપન બીચ વોલીબોલ મેન્સ, ઘોઘલા બીચ ઉપર જ ઓપન વુમન ગર્લ્સ લીંબુ ચમચી અને કોથળા દોડ તેમજ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ (ગર્લ્સ) વણાકબારા મુકામે ઓપન વોલીબોલ ગર્લ્સ / વુમન વોલીબોલ…
Read Moreરોટરી ક્લબ ઓફ છોટી કાશી ના સ્વયંસેવકોએ વરસાદથી પૂરગ્રસ્ત વિસ્તાર મા સેવા કરવા દોડ મુકી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં સતત પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા હતા. ત્રણ દિવસ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતા લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ હતુ. તો હજારો લોકો પોતાનુ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થાળાંતર થવા મજબુર બન્યા હતા. આ કૃદરતી આફત વચ્ચે રોટરી કલબ ઓફ છોટીકાશી પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલુ વરસાદે પહોચીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ રો. ડો. બ્રિજેશ રૂપારેલિયા દ્રારા સંસ્થા દ્રારા કૃદરતી આફતે લોકોને મદદરૂપ થવાનો વિચાર રજુ કરાતાની સાથે સંસ્થાના સક્રિય કાર્યકર રો.…
Read Moreઆણંદ જિલ્લામાં મુખ્ય ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૪૮ રસ્તાઓ હજુ પણ બંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત આણંદ હસ્તકના ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૮ રોડ બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ૦૬ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.
Read Moreકાલાવડ વડાળાના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત
હિન્દ ન્યુઝ, કાલાવડ આ અકસ્માતમાં બાઇકસવાર રાજકોટના વિજયકુમાર નું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું કાર ચાલક રાહુલ મુળ કાલાવડનો રહેવાસી છે અને આ આર્મીમેન હાલ અમૃતસર નોકરી કરતા હોવાનું જણાય આવ્યું છે જામનગર જિલ્લાના કાલાવડ વડાળાના પાટીયા પાસે આરાધના પંપની સામે કાર અને બાઈક વચ્ચે જે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કાર ચાલક આર્મીમેનની કારમાં વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને કાર ચાલક આર્મીમેન દારૂના નશામાં ધુત હોવાનું અને નશામાં હોવાના પગલે ગફલત ભરી રીતે પોતાની કાર ચલવતા આ અક્સ્માત સર્જાયો હોવાની…
Read More