અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી

હિન્દ ન્યુઝ, સુરત

     ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા સ્કુલ ચિલ્ડ્રન હોલ,પાર્ટી પ્લોટ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, અડાજણ ખાતે ‘માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર છે. આ માટી મૂર્તિ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી બપોરેના ૦૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.    

             મેયરએ જળ-જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે. સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે. આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખીમંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે. 

           સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ ઈકોફ્રેન્ડલી મૂર્તિની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લેડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતાં તેનાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકશાનકારક બને છે, જેથી શહેરીજનોએ પ્રદુષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો. 

Related posts

Leave a Comment