હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાના કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૭ સપ્ટેમ્બર-૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે. એ.પી.એમ.સી કાજલી ખાતે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં…
Read MoreDay: September 26, 2024
ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી ઉપસ્થિત સર્વે અધિકારીઓને અરજદારોની તમામ ફરિયાદોનો હકારાત્મક નિકાલ આવે તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં. આ સ્વાગત નિવારણ કાર્યક્રમમાં પાણીના નિકાલ અર્થે રસ્તાની…
Read Moreરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબીર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય તેમ એપિડેમિક મેડિકલ ઓફિસર દિવ્યેશ ગૌસ્વામીના માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લાના પંચાયતી રાજ સંસ્થાના સભ્યોની કાર્ય શિબિર યોજાઈ હતી. આ કાર્યશિબિરમાં ભારતના સામાજીક અને સાંસ્કૃતિક માળખાના પાયા સમાન ગ્રામ્ય લોકોના સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય માટે ગ્રામ્ય વિસ્તારને ટોબેકો મુક્ત બનાવવા માટે પહેલ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુના વપરાશને ધ્યાનમાં લઈ આ સેમિનારમાં એન.ટી.સી.પી સોશ્યિલ વર્કર જિતેન્દ્રભાઈએ ઉપસ્થિત સભ્યોને ગ્રામ્ય સમુદાયોને તમાકુમુક્ત બનાવીને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાના અભિગમ…
Read More‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૪ અન્વયે અવનવી સ્પર્ધાઓ, રેલીઓ, જાગૃતિલક્ષી કાર્યક્રમો, હોર્ડીંગ્સ અને બેનર્સ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશાઓ આપીને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવે છે. સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય તપાસ માટે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સ્વચ્છતા અભિયાન અન્વયે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા “એક પેડ મા કે નામ” અભિયાન અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વધુ…
Read Moreતાલાલા નગરપાલિકાએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૧૦૮ વૃક્ષો વાવ્યાં
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ “એક પેડ મા કે નામ” અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી તાલાલા નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની સાથે સાથે પાલિકાના ગ્રાઉન્ડ, સ્મશાન ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, ગુંદરણ રોડ સહિતની જગ્યાઓ પર ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ૧૦૮ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. તાલાલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિનોદ રાઠોડના જણાવ્યા મુજબ, તાલાલા નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ અભિયાનને પણ સાથે જોડવામાં આવ્યું હતું. સ્વચ્છતાની…
Read More‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સહભાગી થતાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્વચ્છતા અભિયાન હેઠળ ઠેર ઠેર સાફસફાઈ થઈ રહી છે. ‘સ્વચ્છતા હી સેવા ’ અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સફાઈમાં ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા સહિત નગરજનો જોડાયાં હતાં. આ સફાઈ અભિયાનમાં કોડિનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ ડોડિયા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા શહેરના ફિશ માર્કેટ રોડની રાત્રીના સમયે સફાઈ કરવા આવી હતી. આ સફાઈ અભિયાન દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ…
Read More