દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેર, જામનગર તાલુકા તથા કાલાવડ તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી જામનગર શહેરી વિસ્તાર માટે મામલતદાર, જામનગર (શહેર)ની કચેરી ખાતે તેમજ જામનગર તાલુકા માટે મામલતદાર કચેરી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર તથા કાલાવડ તાલુકા માટે મામલતદાર કચેરી કાલાવડ ખાતે તા.૧૧/૧૦/૨૦૨૪ સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે.    આ અંગેના…

Read More

ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ધ્રોલ    પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- ધ્રોલ દ્વારા વાંકીયા ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકીયા ગામના 72 પશુપાલક લાભાર્થીઓના 1063 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.ધ્રુપલ પટેલ દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર     તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જોડીયા તાલુકાના ઊંડ- 2 નદીના કિનારાના ગામોમાં પાણીના પ્રવાહના લીધે ખેડૂતોના ખેતરમાં નુકશાની સર્જાઇ હતી. આ પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આણંદા, કુન્નડ, ભાદરા, બાદનપર, જોડીયા અને મજોઠ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પૂર સંરક્ષણાત્મક દીવાલ બનાવવાની કામગીરીથી લઈને કાયમી ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ ન થાય તે…

Read More

જામનગરમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠક મળી 

હિન્દ ન્યુઝ, જામનગર     જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલમાં સપ્ટેમ્બર 2024 માસ સુધીમાં કરવામાં આવેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિમાં વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય વિભાગ, રાજકોટ, કાયદા અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર અને દરેક પથી (ઉપચાર પદ્ધતિ) ના એસોસીએશનના પ્રમુખઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  જિલ્લામાં શહેર અને ગ્રામ્ય એમ બંને વિસ્તારોમાં 700 થી વધુ કલીનીકો આવેલા છે. જે તમામને આ કાયદા અનુસાર સત્વરે…

Read More

જામજોધપુર તાલુકાના ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ,  જામનગર પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- જામજોધપુર દ્વારા ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ 101 પશુપાલક લાભાર્થીઓના 194 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના 4353 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.આઈ.એમ.ભટ્ટી અને શ્રી ડો.એમ.એમ.ચૌધરી દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા…

Read More