આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જીલ્લામાં હાલ ૪ તાલુકાઓ આણંદ,આંકલાવ,પેટલાદ અને ઉમરેઠ નો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ કિશોર- કિશોરીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જે મુજબ કિશોરવયની છોકરીઓ અને…

Read More

વેરાવળ ખાતે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૪ની ઉજવણી કરાઈ 

હિન્દ ન્યુઝ, વેરાવળ        વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શનમા ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા દરીયાઈ કીનારાની સાફ-સફાઈ  કરવામાં આવેલ.     આ કાર્યક્રમને સફળ બનાવવા ફિશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડો. એચ. વી. પરમાર, ડો. વીરલ બજાયણીયા, ડો. કેતન ટાંક, ડો. પ્રકાશ પરમાર વગેરે જહેમત ઉઠાવેલ હતી. ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. એસ. આઈ. યુસુફઝાઈ દ્વારા વિધાર્થીઓને અભ્યાસની સાથે વિસ્તરણ કાર્ય બદલ અભિનંદન પાઠવેલ.

Read More