આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ

    ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જીલ્લામાં હાલ ૪ તાલુકાઓ આણંદ,આંકલાવ,પેટલાદ અને ઉમરેઠ નો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ૧૦ થી ૧૯ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ કિશોર- કિશોરીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે મુજબ કિશોરવયની છોકરીઓ અને છોકરાઓમાં કુપોષણનો, આર્યન -ઉણપ નો વ્યાપ ઓછો કરવો, જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સબંધમાં માહિતી , વલણ, વર્તનમાં સુધારો કરવો, જન્મ સજ્જતા , જટિલતા તત્પરતા માં સુધારો કરવો અને કિશોરોના માતાપિતા માટે પ્રારંભિક પેરેટીંગ અને સપોર્ટ પ્રદાન કરવો, કિશોરોની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ દુર કરવી, યોગા અને મેડીટેસન ઉપર ભાર મુકવો, કિશોરોમાં ઈજાઓ અને હિંસા, લિંગ આધારિત હિંસાને રોકવા માટે અનુકુળ વલણનો પ્રચાર કરવો, કેન્સર, ડાયાબીટીશ, કાર્ડીઓ વેસ્કુલર રોગો અને સ્ટ્રોક જેવા બિન ચેપી રોગને રોકવા માટે કિશોરોમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવું, કેફી પદાર્થના દુર ઉપયોગની પ્રતિકુળ અસરો અને પરિણામ પર્ત્યે કિશોરોની જાગૃતિ વધારવી, જેવા હેતુઓને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ ખાતે યોજાયલ વર્કશોપમાં આર.સી.એચ. અંતર્ગત RKSK પ્રોગ્રામમાંની કામગીરી સુદ્રડ બનાવવા તેમજ પ્રોગ્રામને વધુમાં વધુ કાર્યરત કરવા જિલ્લાકક્ષાના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફીસરઓ,તાલુકા દીઠ એક આયુષ મેડીકલ ઓફીસર, જિલ્લા અને તાલુકા નોડલ RBSK ડોક્ટર, તાલુકા / જિલ્લા નોડલ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર, તાલુકા હેલ્થ વીજીટર , તાલુકા MPHS, તાલુકા પ્રોગ્રામ આસીસ્ટંટ અને ICDS શાખા,શિક્ષણ શાખાના કમૅયોગીઓએ હાજર રહ્યા હતા, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment