હિન્દ ન્યુઝ, આણંદ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે. આવા અનેક ઉદાહરણો આપની સમક્ષ છે. શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ ૨૦૨૪-૨૫માં આણંદ જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર માટે શ્રીમતી બિનલબહેન મેકવાનની પસંદગી કરવામાં આવી છે, તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. …
Read MoreDay: September 4, 2024
આણંદ જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ : સપ્તર્ષિ સમા ૭ ગુરૂજનોને એક સાથે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક
પમી સપ્ટેમ્બર : શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, આણંદ પ મી સપ્ટેમ્બર..ડૉ.સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં તંદુરસ્ત સમાજનું ઘરતર કરનાર શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે. વર્ષ – ૨૦૨૪-૨૫ માટે આણંદ જિલ્લાના કુલ ૭ જેટલા શિક્ષકોનું રાષ્ટ્રીય,રાજ્ય ,જિલ્લા તથા તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરાઈ છે. રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક… આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડદલા હાઈસ્કુલના આચાર્યશ્રી વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકને રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
Read Moreપીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્યા જિનેશાબેન શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જિનેશાબેને જણાવ્યું કે શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવામાં આવ્યા છે. શાળાના બાળકોને ખાસ ભરતગુંથણ સહિતના આર્ટ શીખવાડવામાં આવે છે અને આ માટે ખાસ ક્લાસ પણ લેવામાં આવે છે અને બાળકોને અભ્યાસની સાથે સાથ કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ…
Read Moreઆણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલ ને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગીને
૫ મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ હિન્દ ન્યુઝ, આણંદ આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક ગુજરાતી શાળામાં ફરજ બજાવતા શિલ્પાબેન પટેલને વર્ષ – ૨૦૨૪ અંતર્ગત આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. કેમ કરવામાં આવી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી… પ્રકૃતિ અને પુસ્તક પ્રેમી શિક્ષક, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવી મેરીટમાં આવે ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહેનાર..સામાજિક વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવાસ-પર્યટન અને મુલાકાત થકી અનુભવજન્ય જ્ઞાન આપનાર, ભાષા વિષયમાં વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન…
Read Moreસિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, સિહોર સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણ અને સ્વાસ્થ્ય બાબત કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ સહિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોષણ માસ સંદર્ભે થયેલ ઉજવણીમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં અધિકારી શારદાબેન દેસાઈનાં સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર કચેરીનાં નિરીક્ષક હેમાબેન…
Read Moreભાવનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્યને વધુ મજબૂત કરવાની દિશામાં અગત્યની પહેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્યને વધુ મજબૂત કરવાની દિશામાં એક અગત્યની પહેલ “સાથી ટીમ” મેન્ટરીગ પ્રોગ્રામનુ ભાવનગરમાં લોન્ચીગ કરવામા આવ્યુ હતું. આ નવતર પ્રોગ્રામ પ્રથમવાર ભાવનગર ખાતે થઈ રહેલ છે. તા. 03 સપ્ટેમ્બર 2024 ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મિની આર્ટ ગેલેરી હોલ ભાવનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદની અધ્યક્ષતામા જ્હોન હોપકિંસ યુનિવર્સિટી દ્વારા તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, સ્ટેટ હેલ્થ સીસ્ટમ્સ રીસોર્સ સેન્ટર ગુજરાત અને આરોગ્ય વિભાગ ભાવનગરના સહયોગ થી ઇન્ડીયા પ્રાયમરી હેલ્થકેર સપોર્ટ ઇનીશીએટીવ પ્રોગ્રામના ભાગરૂપ મેન્ટરીંગ ઇનિશિએટિવનું લોન્ચિંગ કરવામાં…
Read Moreભાવનગર જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પુરજોશમાં
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૬૧ જેટલાં રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત થયેલા તમામ રોડ રસ્તાના કામો નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગની ૧૬ જેટલી ટીમો દિવસ રાત ખડેપગે રહીને રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે.
Read Moreપાલીતાણાની તામામ આંગણવાડી કેન્દ્રો પર પોષણમાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, પાલીતાણા રાજય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ,બાળકો સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભાવનગરના પાલીતાણા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલીતાણાના સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણાએ પૂરક પોષણ, દૈનિક પૂર્ણા શકિત, માતૃશકિતનો ઉપયોગ, ખોરાકની વિવિધતા, એનિમિયા રોકથામ અને ઉપાય તેમજ આંગણવાડી દ્વારા પૂર્ણા દિવસ તેમજ સુપોષણ સંવાદ દિવસ ઉજવણીની માહિતી આપી હતી. આ અવસરે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. …
Read Moreઉમરાળા મામલતદાર કચેરી ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર માનનીય મુખ્યમંત્રી નો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે તાલુકા કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૯/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમરાળા,મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને…
Read Moreભાવનગર મામલતદાર કચેરી ખાતે ૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના પ્રજાજનો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.૨૫/૦૯/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે. ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.
Read More