પાલીતાણાની તામામ આંગણવાડી કેન્દ્રો પર પોષણમાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, પાલીતાણા

રાજય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ,બાળકો સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભાવનગરના પાલીતાણા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલીતાણાના સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણાએ પૂરક પોષણ, દૈનિક પૂર્ણા શકિત, માતૃશકિતનો ઉપયોગ, ખોરાકની વિવિધતા, એનિમિયા રોકથામ અને ઉપાય તેમજ આંગણવાડી દ્વારા પૂર્ણા દિવસ તેમજ સુપોષણ સંવાદ દિવસ ઉજવણીની માહિતી આપી હતી. આ અવસરે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. 


                             

Related posts

Leave a Comment