હિન્દ ન્યૂઝ, દાહોદ,
નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજે નવા વર્ષ ના ઉપલક્ષ્યમાં આયોજીત વર્ચ્યુઅલ સત્સંગ માં સંબોધિત કરતા કહ્યું કે નવા વર્ષમાં નિરંકાર પ્રભુ ને મન માં વસાવી માનવીય મૂલ્યો ને અપનાવી દરેકે પોતાનો જીવનને સુધાર કરી સંસાર માટે વરદાન બને.
દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી જણાવ્યું કે વર્ચ્યુઅલ સત્સંગ નો લાભ સંત નિરંકારી મિશન ની વેબસાઈટ ના માધ્યમ થી પુરા વિશ્વ માં લાખો નિરંકારી ભક્તો ની સાથે દાહોદ ના સેંકડો શ્રધ્ધાળુઓએ ઓનલાઈન સત્સંગ નો લાભ લીધો.
સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ કહ્યું કે ગયા વર્ષે આપને પરિવાર રૂપે, સમાજ રૂપે તથા આખા સંસાર માં સેવા ભાવ થી રહેવા, દરેક ની સાથે માનવીય ગુણો થી વર્તન કરવાની શિક્ષા પ્રાપ્ત થઇ. આ શિક્ષાઓ ધારણ કરતા આપણે સૌએ નવા વર્ષ માં પ્રવેશ કરીએ. આપણા અંદર જે પણ કંઇક કમીઓ છે તેમને પણ નિરંકાર પ્રભુ નો આશ્રય લઈ સુધારતા જઈએ.
સદ્દગુરુ માતાજી એ નિરંકાર પ્રભુ પાસે દરેક માટે એ જ પ્રાર્થના કરી કે આ નવા વર્ષ માં બધું જ સામાન્ય થતું જાય. બધા ની તબિયત સારી રહે તથા દરેક ને સત્સંગ, સેવા, સુમિરન કરવા નો અવસર મળી શકે જેથી બ્રહ્મજ્ઞાન ને જાળવી રાખી પ્રભુ પ્રત્યે સૌ નો વિશ્વાસ વધુ મજબૂત થતો રહે.
રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ
