જામનગર જિલ્લામાં જળાશયો અને વરસાદની હાલની સ્થિતિ

હિન્દ ન્યુઝ, જામનગર       સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ઉમિયાસાગર ડેમ 54.69% જ્યારે રણજીતસાગર ડેમ 36.13% ભરાયો; જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં કુલ 1,510.32 Mcft પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો છે. જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાલુ સીઝનમાં જિલ્લામાં સરેરાશ 7.7 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જામજોધપુર તાલુકામાં 11.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

Read More

હડફ ડેમમાંથી નિયંત્રિત માત્રામાં પાણી છોડવામાં આવશે : નદી કાંઠાના ગામોના નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હિન્દ ન્યુઝ, દાહોદ,       મોરવા હડફ તાલુકા સ્થિત હડફ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે આજ રોજ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ સુધી ખોલી અંદાજિત ૬૨૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને જરૂરી જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં.  પશુઓને…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ,      નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદની સ્થિતિ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને પૂર્વ સાવચેતીની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.          જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ કેન્દ્રીય મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોને નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી…

Read More

નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સફાઈ, દવા છંટકાવ અને ક્લોરીનેશનની કામગીરી શરુ

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં ભારે વરસાદના પાણી ઓસર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ, દવા છંટકાવ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલનથી આ કામગીરી ઝુંબેશના સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં રસ્તાઓ, જાહેર સ્થળો અને પાણી ભરાયેલા વિસ્તારોની સફાઈ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ તથા પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા…

Read More

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે રામજી મંદિર અને ભક્તાશ્રમ ખાતે આશ્રયસ્થાનની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને પગલે સુરક્ષાના ભાગરૂપે સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે નવસારી શહેરના રામજી મંદિર અને ભક્તાશ્રમ ખાતે કાર્યરત આશ્રયસ્થાનની આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી.             મંત્રીશ્રીઓએ આશ્રયસ્થાનમાં રહેતા સ્થળાંતરિત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સુખાકારી અંગે પૂછપરછ કરી હતી તેમજ આશ્રયસ્થાનમાં ઉપલબ્ધ રહેઠાણ, ભોજન, પીવાના પાણી, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી તમામ સહાય સમયસર અને…

Read More

ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે વીજ કરંટથી જીવ ગુમાવનાર હળપતિ પરિવારના મૃતક શ્રમિકોના પરિવારજનોને સહાય અર્પણ કરાઈ

હિન્દ ન્યુઝ, ગણદેવી   નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાંથી પસાર થતાં ટેમ્પોને ૧૧ કે.વી.નો જીવંત વીજતાર અડી જતાં સર્જાયેલી દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર હળપતિ પરિવારના ત્રણ શ્રમજીવી યુવાનોના પરિવારજનોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.            જેમાં કલ્પેશ અરૂણભાઈ હળપતિ (ઉં.વ. ૨૭) ના પરિવારને રૂ.૫.૨૦ લાખ , નીતિન વિનોદભાઈ હળપતિ (ઉં.વ. ૩૨)ના પરિવારને રૂ.૫ લાખ(પાંચ લાખ) અને જીગર નીતિનભાઈ હળપતિ (ઉં.વ. ૨૧)ના પરિવારને રૂ. ૫.૫૪ લાખની સહાય આપી હતી   …

Read More

વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર     સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

Read More

દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ : માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ઝડપી કામગીરી

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના જુદા જુદા રસ્તાઓ ઉપર સાઈડ શોલ્ડરની કામગીરી કરવામાં આવી હતી આ સાથે અભલોડ પાંચવાડા જાંબુઆ ખાતે વરસાદી પાણીના નિકાળની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ…

Read More

દાહોદ જિલ્લામાં માછાણનાળા ડેમ અને કાળી ડેમ-2ની પરિસ્થિતિની અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ      તા. 01/08/2026ના રોજ દાહોદ જિલ્લામાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માછાણનાળા ડેમ તથા કાળી ડેમ-2ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. માછાણનાળા ડેમની મુલાકાત દરમિયાન જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF,  એસ. એસ. નિનામા, નાયબ મામલતદાર (પૂર), ઝાલોદ તેમજ જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ડેમની સ્થિતિ, પાણીની આવક-જાવક તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. એ સાથે કાળી ડેમ-2ની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી…

Read More

વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા

હિન્દ ન્યુઝ, ભરૂચ     ભરૂચમાં અનરાધાર વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર ગ્રાઉન્ડ ઝીરો પર; કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહી રાહત બચાવ માટે સતત કાર્યરત અધિકારીઓ પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઈ તકેદારી અને રાહત-બચાવના પગલાં લઈ રહ્યા છે જનજીવન સુચારુ રહે અને નાગરિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વિવિધ તાલુકાઓમાં પાણીના નિકાલ, સ્થળાંતર તેમજ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે; નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્કતા દાખવી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

Read More