જામનગર જિલ્લામાં જળાશયો અને વરસાદની હાલની સ્થિતિ

હિન્દ ન્યુઝ, જામનગર 

     સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ઉમિયાસાગર ડેમ 54.69% જ્યારે રણજીતસાગર ડેમ 36.13% ભરાયો; જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં કુલ 1,510.32 Mcft પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો છે.

જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા તમામ જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચાલુ સીઝનમાં જિલ્લામાં સરેરાશ 7.7 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જામજોધપુર તાલુકામાં 11.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

Related posts

Leave a Comment