હિન્દ ન્યુઝ, ડભોઇ
વરસાદના પરિણામે ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ ફરી પાણીથી ભરાઈ જતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત તળાવમાં પાણીથી ભરાતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતા આ તળાવમાં પાણીની આવક થતાં આસપાસના વિસ્તારનું સૌંદર્ય પણ વધી ગયું છે. તાજેતરમાં તળાવના પગથિયાંના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાથી હવે તળાવ વધુ આકર્ષક બન્યું છે. તળાવમાં પાણીની સારી આવકથી વિસ્તારના પર્યાવરણને પણ લાભ થશે અને આ ઐતિહાસિક સ્થળ ફરી જીવંત બન્યું છે.
