ભાવનગર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત તા.૨૮/૧૨/૨૦૨૩ નાં રોજ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત રજીસ્ટર્ડ ડોકટરોનો વર્કશોપ તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા અપ્રોપ્રીએટ ઓથોરીટી ડો.ચંદ્રમણી કુમારનાં માર્ગદર્શન તળે યોજવામાં આવેલ છે.

જેમાં મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરીનાં ચેરમેન સુમિતભાઈ ઠકકર, રાજીવભાઈ પંડ્યા, FOGSI નાં પ્રમુખ ડો.મનીષ ત્રિવેદી ઉપસ્થિત રહેલ. રેઈનબો વિમેન્સ હોસ્પીટલ-ભાવનગરનાં ગાઈનેક ડો.રણજીતભાઈ ચૌધરી દ્વારા PC & PNDT કાયદા તેમજ વર્કશોપને અનુરૂપ કાયદાની જોગવાઈ વિષયે વિગતવાર પ્રેઝન્ટેશનનાં માધ્યમથી રજુ કરવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા દ્વારા PC & PNDT વર્કશોપ અન્વયે પોતાનાં વક્તવ્ય દિકરીની સમાજમાં મહત્વની ભૂમિકા છે. તે અંગે જણાવે તેમજ તેમનાં દ્વારા ઉપસ્થિત તમામ ડોકટરોને અપીલ કરવામાં આવેલ કે આપ લોકો સોનોગ્રાફી મશીનનો ઉપયોગ દર્દીનાં નિદાન માટે કરવામાં આવે છે. પરંતુ ઘણી જગ્યાએ સોનોગ્રાફી મશીનનો દુર ઉપયોગ પણ થઈ રહ્યો છે. જેમ કે ગર્ભનું જાતિય પરિક્ષણ દ્વારા બાબો છે કે બેબી તેની તપાસ કરવામાં આવે છે. જેના પરીણામે કુદરતે જે આ સૃષ્ટી બનાવી છે અને તેનું સમતુલન પણ કુદરતે જ બનાવેલ છે તે સમતુલન આવા તત્વો બગાડી રહ્યા છે. આપણા સૌની ફરજ છે કે ભગવાને આ સૃષ્ટી બનાવી છે તે સૃષ્ટીને આપણે જાળવી રાખીએ. તમામ સમાજનાં માણસોની ભાગીદારીની જરૂર છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર દ્વારા જણાવવામાં આવેલ કે, ભાવનગર જિલ્લામાં એક વોટ્સએપ નંબર (૯૨૨૭૮૫૯૮૬૨) બહાર પાડવામાં આવેલ છે. જે વોટ્સએપ નંબરમાં બાબો છે કે બેબી તે બાબતેનું ગર્ભનું જાતિય પરિક્ષણ કરતા હોય તેમની વિગતો તેમાં મોકલવાથી અત્રેની ટીમ દ્વારા આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સદર કાર્યક્રમનાં અંતે આભારવિધિમાં આર.સી.એચ. અધિકારી ડો.કોકીલા દ્વારા ઉપસ્થિત મહેમાનોનો તેમજ સહભાગી થનાર તમામનો આભાર માનવામાં આવેલ તેમજ ભાવનગર જિલ્લામાં વોટ્સએપ નંબર. ૯૨૨૭૮૫૯૮૬૨ પર બાબો છે કે બેબી તે બાબતેનું ગર્ભનું જાતિય પરિક્ષણ કરતા હોય તેમની વિગતો તેમાં મોકલવા તમામને વિનંતી કરવામાં આવેલ.

આ સાથે ભાવનગરની જાહેર જનતાને પણ વિનંતી તથા અપીલ છે કે જો આ બાબતે આપને બાબો છે કે બેબી તે બાબતેનું ગર્ભપરિક્ષણ કરતા હોય તેની જાણ થાય તો જણાવેલ વોટ્સએપ નંબર પર માહિતી મોકલવા વિનંતી. વૈધ ધવલભાઈ દવે દ્વારા લીંગ પરીક્ષણ ન કરવા અંગે ઉપસ્થિત તમામને શપથ લેવડાવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન કરેલ.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નાં આ વર્કશોપમાં એપ્રોપ્રીએટ ઓથોરીટી, સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટીઓ, પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટીનાં સભ્યો, રજીસ્ટર્ડ ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, કાર્ડીયોલોજીસ્ટ તેમજ મેનેજરઓ મળી આશરે ૧૭૫ વ્યકિતઓએ વર્કશોપમાં ભાગ લીધેલ તેમજ તેમજ ડો.સી.ટી.કણઝરીયા-EMO, ધારીણીબેન, ગોંડલીયાભાઇ, દર્શનભાઇ, પ્રતિકભાઈ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ યોગ્ય કામગીરી કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment