સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન

હિન્દ ન્યુઝ, સાવલી 

    વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાંથી પાણી ઓસરતાં જ નાગરિકોના આરોગ્ય અને સુવિધાને ધ્યાને રાખીને સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણે માર્ગો પર જમા થયેલ કાદવ-કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેથી રોગચાળો ન ફેલાય અને વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવલી મેઇન બજાર, બારોટવાગા વિસ્તાર, ભીમનાથ મંદિર પોઇચા ચોકડી જેવા વિસ્તારોમાં સાવલી નગરપાલિકા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

 

Related posts

Leave a Comment