જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાતા લેતા- કલેકટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લામાં હાલ સતત વરસાદ વરસી રહ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી અને ધનીયાઉમરવા વિસ્તાર વરસાદથી અસરગ્રસ્ત થયા છે.આ અસરગ્રસ્ત વિસ્તારોની કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સર્વગ્રાહી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અતિભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત તથા બચાવ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભારે વરસાદને કારણે જસ્કી ગામ ખાતે રસ્તાનો એપ્રોચ ધોવાઈ જવાની ઘટનાની સ્થળ પર પહોંચીને ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી. આ સાથે જ તેમણે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોના ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની વાસ્તવિક પરિસ્થિતિ જાણી હતી. તેમણે સંબંધિત તંત્રને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ અને રાહત સહાય તાત્કાલિક ધોરણે પૂરી પાડવા સૂચના આપી હતી.

ધનીયાઉમરવા ગામ ખાતે આવેલું તળાવ ઓવરફ્લો થતાં કલેક્ટરએ સત્વરે સ્થળ પર પહોંચીને સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તળાવના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનોની સુરક્ષા અને સલામતી અંગે તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી સતત સતર્ક રહેવા જણાવ્યું હતું.

Related posts

Leave a Comment