શિવરાજપુરમા જમીન પચાવી પાડતા આરોપીઓને ઝડપી પાડતી જસદણ પોલિસ

હિન્દ ન્યુઝ, જસદણ

       જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે રહેતા રમેશભાઇ લક્ષ્મણભાઈ સોલંકી દ્વારા ફરીયાદ કરેલ કે, મારા માતાની માલિકીની કાયદેસર જમીન જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે સર્વે નં 310 પૈકી હે.આર 1-40-63 જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ દાવા વગર જમીન પચાવી બાબતે ફરિયાદ કરતા જસદણ પોલિસ દ્વારા ગુનો નોંધી IPC કલમ 504, 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની મુજબ કલમ 4,5 મુજબ ગુનો નોંધી જસદણ પોલિસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી વિરજીભાઈ રવજીભાઈ મકવાણા, ગોવિંદભાઈ જગાભાઈ મકવાણા તેમજ ચેતનભાઈ ઉર્ફ દુદાભાઈ પુંજાભાઈ મકવાણા રહે બધા શિવરાજપુર ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર કામગીરીમાં ડીવાયએસપી કે.જી.ઝાલા જસદણ પીઆઈ ટી.બી જાની, પીએસાઇ એમ.ડી.વાઘેલા તથા પોલીસ ટીમ જોડાયેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment