શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા મહિલા સશક્તિકરણનાં કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત

       સુરત માં વસતા વિવિધ પરિવારો પૈકી શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૭ અને તા. ૮ ફેબ્રુઆરી દરમિયાન મહિલા સશક્તિકરણ માટેનાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના પ્રમુખ ડો.જગદીશ વઘાસીયા એ જણાવ્યું કે, શ્રી વઘાસીયા પરિવાર સુરત માટે વર્ષ ૨૦૨૪-૨૫ નું વર્ષ સિલ્વર જ્યુબીલી વર્ષ છે અને આ ઉજવણી ના ભાગ રૂપે વર્ષ દરમિયાન ૨૫ કરતા વધારે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. આ સિલ્વર જ્યુબીલી વર્ષ ની ઉજવણી માં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો માટે અલગ અલગ કાર્યક્રમો નક્કી કરેલ છે જે અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર બને અને નાના મોટા કોઈ ને કોઈ બીઝનેસ સાથે જોડાઈ અને પ્રવૃતિશીલ બને એ માટે તા. ૭ ફેબ્રુઆરી ના રોજ મહિલાઓ માટે એક બીઝનેસ વિઝીટ નું આયોજન કરેલ. જેમાં ઉધના ઉદ્યોગનગર ખાતે આવેલ રીફ્રેશ વેલનેસ પ્રા.લી. કંપની ની મુલાકાત લીધેલ. આ કાર્યક્રમ માં પરિવાર ની ૨૦ કરતા વધારે મહિલાઓએ ભાગ લીધેલ. કંપનીનાં ડીરેક્ટર શ્રી નીલેશભાઈ ગજેરા એ શાબ્દિક આવકાર બાદ કંપની વિષે વિસ્તૃત માહિતી આપેલ જેમાં કંપની ની પ્રોડક્ટ્સ, કંપની ના મિશન અને વિઝન ની સાથે સાથે મહિલાઓ ઘર બેઠા કઈ રીતે બીઝનેસ કરી શકે તથા કંપનીમાં જોડાઈ ને કઈ રીતે આત્મનિર્ભર બની શકે એ અંગે પણ મહિલાઓ ને માર્ગદર્શન આપેલ અને ત્યારબાદ કંપનીના શો રૂમ ની વિઝીટ કરાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન મહિલા પ્રમુખ વિપુલાબેન અને મહામંત્રી દક્ષાબેનનાં માર્ગદર્શન હેઠળ લીનાબેન વઘાસીયા દ્વારા કરવામાં આવેલ.

આ સાથે મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને મહિલાઓમાં થતા ગર્ભાશય ના કેન્સર ની જાગૃતતા આવે અને પરિવાર ની ૯ થી ૨૬ વર્ષ ની બાળાઓ અને મહિલાઓને આ ગંભીર રોગ થી સુરક્ષતિ કરવાના હેતુ થી તા. ૮ ફેબ્રુઆરી ના રોજ શ્રી વઘાસીયા પરિવાર દ્વારા સુરતમાં ત્રણ વિસ્તારમાં રસીકરણ કેમ્પ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ રસીકરણ કેમ્પનું આયોજન વિશ્વ કેન્સર દિવસ ( ૪ ફેબ્રુઆરી ) ના અનુસંધાને ૩ દિવસ માટે કરવામાં આવેલ છે. આ અંગે જણાવતા પ્રમુખ શ્રી ડો. જગદીશભાઈ વઘાસીયા એ જણાવેલ કે વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં દર ૮ મીનીટે એક મહિલા નું મૃત્યુ ગર્ભાશય ના કેન્સર ને કારણે થાય છે અને એ એક પ્રકારનાં વાઇરસ થી થયા છે ત્યારે જો આ રોગ ની રસી સમયસર મુકવામાં આવે તો આ કેન્સર ને નેસ્તનાબૂદ કરી શકાય છે તેમણે વધુ માં જણાવેલ કે ભારત સરકાર દ્વારા પણ ૨૦૩૦ સુધી માં ગર્ભાશય ના કેન્સર ને નાબુદ કરવાની જાહેરાત કેન્દ્રીય નાણા શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા તાજેતર ના વચગાળા ના બેજેટ માં પણ કરેલ છે. આ માટે શ્રી વઘાસીયા પરિવાર દ્વારા પહેલ કરવામાં આવેલ છે. પરિવાર દ્વારા સુરતમાં શ્રી વઘાસીયા પરિવાર ના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની હોસ્પિટલ પર રસીકરણ કેમ્પ નું આયોજન કરેલ છે. જેમાં વરાછા વિસ્તાર માં શિવ સર્જીકલ હોસ્પિટલ, કતારગામ વિસ્તાર માં વંશ હોસ્પિટલ તેમજ વેસુ વિસ્તાર માં લોટસ વુમન હોસ્પિટલ ખાતે આયોજન થયેલ છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવી રસી મુકાવી શકશે તેમજ બજારભાવ કરતા ઓછા દરે મુકવામાં આવશે. સ્વસ્થ પરિવાર થકી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજ થકી સ્વસ્થ રાષ્ટ્ર ના નિર્માણ ના હેતુ થી આ આયોજન કરેલ છે. રસીકરણ વિષે માહિતી આપતા ડો. નીલ વઘાસીયા એ જણાવ્યું કે આ રસી ૯ થી ૧૪ વર્ષ ની બાળાઓ ને ૨ ડોઝ માં આપવાની હોઈ છે તેમજ ૧૪ થી ૨૬ વર્ષ ની બાળાઓ ને ૩ ડોઝ આપવાના હોઈ છે અને રસી ગર્ભાશય ના કેન્સર સામે રક્ષણ આપે છે. જેથી આવનારા સમય માં મહિલા ઓ ને આ ગંભીર રોગ થી બચાવી શકાય. આ અંગે ડો. સંજયભાઈ વઘાસીયા એ જણાવ્યું કે આ કેન્સર કોઈ પણ ઉમરે થઇ શકે પરંતુ રસીકરણ થયેલ હોઈ તો કેન્સર થવાની શક્યતા નહિ વાત હોઈ છે. તેમણે જણાવ્યું કે આ અંગે જો રેગ્યુલર ચેક કરાવવામાં આવે તો તેમાં પણ ૧૦૦ ટકા સફળતા મળે છે અને એ માટે મહિલાઓએ રેગ્યુલર સમયે સ્ત્રી રોગ નિષ્ણાંત ની સલાહ મુજબ પેપ સ્મીયર નો રીપોર્ટ કરાવવો જરૂરી છે. આ કાર્યક્રમોમાં પૂર્વ પ્રમુખ વિનુભાઈ, પૂર્વ પ્રમુખ ડો. કે. એમ. વઘાસીયા, ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસીયા તેમજ યુવા ટ્રસ્ટી યોગેશભાઈ વઘાસીયા એ હાજર રહી યુવા ટીમ નો ઉત્સાહ વધારેલ. તમામ કાર્યક્રમો યુવા પ્રમુખ નીતિનભાઈ, યુવા મહામંત્રી પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા પ્રુમુખ ડો. જગદીશ વઘાસીયા તેમજ મહામંત્રી નીખીલ વઘાસીયાના માર્ગદર્શન હેઠળ સફળ બનાવેલ.

Related posts

Leave a Comment