જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ પેરિયોડોંટોલોજી વિભાગ દ્વારા સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન પેઢાના રોગો વિષે જન જાગૃતિ અભિયાન યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

 જામનગરમાં સ્થિત ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, પેઢાના વિભાગ દ્વારા આગામી તા.23 ફેબ્રુઆરીએ પેરિઓડોટિસ્ટ ડે અને આગામી તા.20 માર્ચના વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન સોસાયટી ઓફ પેરીઓડોટોલોજીના નિર્દેશન અનુસાર સમગ્ર ફેબ્રુઆરી માસ અને આગામી તા.20 માર્ચ સુધી જાહેર જનતાના હિતાર્થે નો બ્લીડિંગ ગમ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ડેન્ટલ હોસ્પિટલ તથા જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગમાં આવતા દર્દીઓમાં પેઢાના રોગોનું નિદાન, પેઢાના રોગો અંગેની યોગ્ય જાણકારી, પેઢાના રોગોની આપણા શરીરના અન્ય અંગો પર થતી આડઅસર, સ્વસ્થ પેઢા માટે યોગ્ય કાળજી, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પેઢાની સાર-સંભાળ વિગેરે મહત્વના વિષયો વિષે દર્દીઓને માહિતગાર કરવામાં આવશે.

જે દર્દીઓને પેઢામાંથી લોહી કે પરૂ નીકળવું, મોઢામાંથી દુર્ગંધ આવવી, પેઢા ફૂલી જવા, પેઢા ઉતરી જવા, દાંત વચ્ચેની જગ્યામાં ખંજવાળ આવવી વિગેરે તકલીફ હોય, તો તેવા તમામ દર્દીઓએ અચૂકપણે આ કાર્યક્રમ થકી લાભાન્વિત બનવા માટે અનુરોધ કરાયો છે. તેમ પેરિયોડોંટોલોજી વિભાગ, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Related posts

Leave a Comment