હડફ ડેમમાંથી નિયંત્રિત માત્રામાં પાણી છોડવામાં આવશે : નદી કાંઠાના ગામોના નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હિન્દ ન્યુઝ, દાહોદ, 

     મોરવા હડફ તાલુકા સ્થિત હડફ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે આજ રોજ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ સુધી ખોલી અંદાજિત ૬૨૩ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.

આ અંગે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને જરૂરી જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં. 

પશુઓને પણ નદી કિનારાથી દૂર રાખવા તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

Related posts

Leave a Comment