વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામનગર તાલુકાના ગાગવા તથા રસુલનગર ખાતે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર

     કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને ઘર આંગણે જ વિવિધ યોજનાકિય લાભો આપી મદદરૂપ થવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જામનગર તાલુકાના ગાગવા તથા રસુલનગર ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ. સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. આ ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી.

આ પ્રસંગે જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, જનપ્રતિનિધિઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

Leave a Comment