હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસ કરાવી હતી.
આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઈ, આગેવાન અરશીભાઈ કરંગિયા, કારાભાઈ વસરા, જનપ્રતિનિધીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.