અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો

મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગનો શેર અઢી મહીનામાં 950% ચઢ્યો છે. 9 સપ્ટેમ્બર બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તે દિવસે બીએસઈ પર શેર 73 પૈસા પર બંધ થયો હતો, હાલની પ્રાઈસ 7.67 રૂપિયા છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો ગાળો છે. 2009માં શેરનું લિસ્ટિંગ થયું હતું. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ શેરમાં ઝડપથી અટકાળબાજી થઈ શકે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેઆરઆઈએસના ડાયરેક્ટર અરુણ કેજરીવાલનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા પોતાના હિતો માટે અટકળબાજી કરવી તે શેરમાં તેજીનું કારણ હોઈ શકે છે. કોઈ શેરનો ભાવ વધુ નીચો હોવાની સ્થિતિમાં એ ખૂબ જ સરળ હોય છે. રિલાયન્સ નેવલના ફન્ડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર થયો નથી. કંપની ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે.

રિલાયન્સ નેવલના શેરમાં ઝડપી તેજીનું કારણ જે પણ હોય, પરંતુ અનિલ અંબાણી માટે તે મહત્વનું છે. રિલાયન્સ નેવલ ઈચ્છશે કે તેને સરકાર પાસેથી ડિફેન્સ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થઈ શકે. રાષ્ટ્રીય સુરક્ષા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અબજો ડોલર ખર્ચ કરવાની યોજના છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, દેવાળિયા પ્રાધિકરણ રિલાયન્સ નેવલની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે, કારણ કે બેન્કોએ કંપનીના લોનના રિસ્ટ્રકચરિંગથી ઈન્કાર કરી દીધો છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment