હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે રંગોળી, મહેંદી સ્પર્ધા, બાઈક રેલી વગેરે કાર્યક્રમો યોજીને મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ મતદાન જાગૃતિ અભિયાનમાં માછીમારો, નાના-મોટા દુકાનદારો, ખેડૂતોથી લઈ વેપારીવર્ગ પણ સહભાગી બની રહ્યો છે. આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાંબુર ગામના વતની અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા જાણિતા સામાજિક કાર્યકર્તા હીરબાઇ લોબીએ લોકશાહી પ્રક્રિયામાં સમાજ પણ આગળ આવે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને ખરા અર્થમાં સાકાર કરે તે માટે અનુરોધ કર્યો છે. હીરબાઈ…
Read MoreDay: April 22, 2024
વડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં ગરબા, સેલ્ફી પોઈન્ટ સાથે મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાનાં અલગ અલગ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ ઝૂંબેશ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજી લોકો વધુને વધુ મતદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવાન બન્યું છે. નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના તહેવારની ખરા અર્થમાં ઉજવણી કરે તે માટે વેરાવળ ચોપાટી, જાલેશ્વર સહિતના વિસ્તારના સ્થાનિક મતદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને એક-એક મત કેટલો કિંમતી છે એ સમજાવી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે યોજાય…
Read Moreજિલ્લા કલેક્ટરએ સિગ્નેચર કેમ્પેઈન થકી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બોર્ડમાં સહી કરીને (સિગ્નેચર કેમ્પેઈન) જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની શરૂઆત કરાવી હતી. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોકશાહીની તંદુરસ્તી માટે દરેક મત મહત્વપૂર્ણ છે તેનો સંદેશો આ સહી સાથે આપ્યો હતો. કલેક્ટરએ જિલ્લાના નાગરિકો સાતમી તારીખ યાદ રાખીને પોતાના કિંમતી…
Read More૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન યોજાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે સવારે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ. સોફ્ટવેર દ્વારા સ્ટાફના સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયો સ્ટાફ કયા મતવિભાગમાં કઇ…
Read Moreમહુવામાં રત્નકલાકારોમાં મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહુવા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૯૯- મહુવા વિધાનસભા મતવિસ્તાર માટે મહુવા શહેરમાં આવેલ હિરા ઉદ્યોગના રત્નકલાકારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાય તથા સપરિવાર મતદાન કરે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન અંગેના શપથ લેવડાવી મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EM 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા. 27-04-2024 થી તા. 2-05-2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા. 02-05-2024 થી તા. 04-05-2024 સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.
Read Moreસીદસર ગામના ગ્રામજનોએ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા
હિન્દ ન્યુઝ, સીદસર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સીદસર ગામના ગ્રામજનોએ મતદાન અચૂક કરવા અંગેના શપથ લીધા હતાં તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી લોકશાહીના મહાપર્વમા સહભાગી બનવા અપીલ કરી હતી.
Read Moreભાવનગરમાં આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા/રૂટ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પડાયુ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ભાવનગર-રાજકોટ હાઇવે પર દેસાઇનગર પેટ્રોલ પંપથી આર.ટી.ઓ. સર્કલ સુધી ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ છે. જેમાં હાલ આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ ઓવરબ્રીજનું કામ શરૂ થયેલ હોવાથી નાના-મોટા તમામ વાહનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી પસાર થાય છે. જે રસ્તો સાંકડો હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે તેમજ આ રસ્તા પર બે સ્કુલો તથા એક પ્લે હાઉસ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી શાસ્ત્રીનગર સોસાયટી રોડ પર કોઇ અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે ભાવનગર શહેરનો આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર તરફ જતો રસ્તો…
Read Moreઆણંદ લોકસભા મત વિસ્તારમાં ૧૭,૨૧૪ જેટલા ચૂંટણીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઇ લોકસભાની આ ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે, સાથો – સાથ આ મતદાર વિભાગમાં જે મતદારોની ઉંમર ૮૫ વર્ષ કરતાં વધારે છે અથવા દિવ્યાંગ મતદાર છે અથવા આવશ્યક સેવામાં આવે છે, તેવા તમામ મતદારો પણ પોસ્ટલ…
Read Moreઆણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ
હિન્દ ન્યુઝ, આનંદ ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ૧૬- આણંદ લોકસભા બેઠક માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહયાં હતા. નોંધનીય છે કે, આજે તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી જંગમાં ૦૭ ઉમેદવારો રહ્યા છે. આ ૦૭ ઉમેદવારોને ચૂંટણી અધિકારીશ્રી ૧૬–આણંદ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર, આણંદ દ્વારા ચૂંટણી માટે પ્રતિક ફાળવી…
Read More