હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે.
જે અંતર્ગત આજે સવારે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ. સોફ્ટવેર દ્વારા સ્ટાફના સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયો સ્ટાફ કયા મતવિભાગમાં કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે.
આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા અને ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.