જિલ્લાના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી

હિન્દ ન્યુઝ, આણંદ

  આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન બદલ જિલ્લાના મતદારો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયું છે.

 ચૌધરીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે તેમને મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન ઝુંબેશમાં યોગદાન આપનાર તમામ લોકો, સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, મંડળો, શિક્ષણ સંસ્થાઓ, યુવાનો તેમજ પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાએ આપેલ યોગદાનને બિરદાવી સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment