વડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં ગરબા, સેલ્ફી પોઈન્ટ સાથે મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાનાં અલગ અલગ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ ઝૂંબેશ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજી લોકો વધુને વધુ મતદાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વડનગર, ડોળાસા, મોરવડ, બોડવા સહિત ગામોમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવાન બન્યું છે.

નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના તહેવારની ખરા અર્થમાં ઉજવણી કરે તે માટે વેરાવળ ચોપાટી, જાલેશ્વર સહિતના વિસ્તારના સ્થાનિક મતદારો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને એક-એક મત કેટલો કિંમતી છે એ સમજાવી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી પારદર્શક રીતે યોજાય અને નાગરિકો પણ કોઈપણ પ્રલોભનમાં આવ્યા વિના નિર્ભયતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અંબુજા કોલોની, વડનગર તથા જીવનદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોહિલની ખાણ, ડોળાસા, મોરવડ, બોડવા સહિતના ગામોમાં મતદાન જાગૃતિ ઝૂંબેશ વેગવાન બની છે.

આ તમામ સ્થળોએ મતદાન જાગૃતિ અંતર્ગત નાગરિકો સાથે સંવાદ તેમજ મતદાન જાગૃતિ પોસ્ટરો સાથે રેલી અને અવસર રથને સથવારે ગરબા રમીને લોકસભા સામાન્ય ચૂંટણીમાં ખૂબ બહોળી સંખ્યામાં નાગરીકો મતદાન કરે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને આગામી તા.૭ મેના રોજ જરુરી આધાર-પૂરાવાઓ સાથે લઈ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment