ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૪ મે નાં રોજ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૪ મે ૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ મામલતદાર, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment