રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએથી રૂબરૂ મેળવી સુવાચ્ય અક્ષરે ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ વિગતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન મુ.ઇણાજ તા.વેરાવળ ખાતે મોકલવાનું રહેશે. તા.૩૦/૦૯/૨૦૨૬ બાદઆવેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહી કે સ્પર્ધા માટે માન્ય રાખવામાં આવશે નહી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
Related posts
-
સેવા મેરા યોગદાન અંતર્ગત ઉના વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ અને ધાબળા વિતરણ કરાયા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન વિશેષ. સેવા સંકલ્પ અભિયાન... -
સૂત્રાપાડા ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની... -
ગારીયાધાર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૮૦ લાભાર્થીઓનો નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો….
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત...
