જુનાગઢ ભવનાથ ખાતે વિશ્વંભર ભારતી બાપુ નો ભંડારો તેમજ દરરોજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જુનાગઢ મ ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમે તારીખ 26 ફેબ્રુઆરી ત્રણ દિવસ અલગ-અલગ કાર્યક્રમો તેમજ ભારતી બાપુ નો ભંડારો અને મૂર્તિ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ભારતી આશ્રમ ના સંસ્થાપક બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું કે ભવનાથ તળેટી ખાતે આવેલ ભારતી આશ્રમ માં તારીખ 26 ફેબ્રુઆરી થી તારીખ 28 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 તારીખે મહાશિવરાત્રિની ધ્વજારોહણ બાદ ૨૬ ફેબ્રુઆરીના રોજ સવારે 9:00 કલાકે બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજાશે અને તારીખ 27 ફેબ્રુઆરી ના દિવસે સવારે ૯ થી બપોરે 12 સુધી ધર્મસભાનું આયોજન કરેલ છે અને 28 ફેબ્રુઆરી ના રોજ ભારતી બાપુ નો ભંડારો યોજવામાં આવશે આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ રાત્રે 9:30 કલાકે થી અલગ-અલગ કલાકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવશે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે એવું જણાવવામાં આવેલ છે. સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment