હિન્દ ન્યૂઝ, બોટાદ
બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઈ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહતમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે. જે ધ્યાને લઈને રાજ્યના તમામ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. સને ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનો ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. આથી અરજદારએ કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઈ કચેરી પાસે જમા કરાવવાની જરૂરિયાત નથી પરંતુ, ઓનલાઈન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજૂરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમય મર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજૂ કરવાનો રહેશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ