મોંઘવારી થી મુક્તિ અપાવવા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ

હિન્દ ન્યૂઝ, વેરાવળ 

આજ રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને આદરણીય ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર મોંઘવારીના મુદ્દે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી મોંઘવારી માંથી મુક્તિ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ.
   આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા એ આ કોરોના ના કપરા સમયમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેકે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે પેટ્રોલ ડિઝલ, રાંધણ ગેસ, અનાજ કરિયાણું, દૂધથી લઈ શિક્ષણની ફી સુધી સરકારની નિષ્ફળતા સાબીત કરે છે સરકારની ખોટી નીતિઓના કારણે આજે દેશભરમાં લોકોની મુશ્કેલીઓ વધવા પામેલ છે તેની તીવ્ર અને ગંભીર અસર માનવજીવન ઉપર પડી રહેલ છે ત્યારે સરકાર આ બાબતે એકશનમાં આવી જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો ઘટાડવા ઉગ્ર માંગ કરેલ છે. આ તકે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અભયભાઈ જોટવા, શહેર પ્રમુખ દેવેન્દ્રભાઈ મોતીવરસ, જયકર ભાઈ ચોટાઈ, કરશનભાઈ બારડ, પ્રતાપભાઈ ડોડીયા, અશોક ભાઈ ગદા, દિનેશ ભાઈ રાયથથા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ફિશરમેન સેક્રેટરી લલિતભાઈ ફોફંડી, વેરાવળ તાલુકા યુવા પ્રમુખ રાકેશભાઈ ચૂડાસમા, વેરાવળ-પાટણ શહેર મહામંત્રી પ્રેમભાઈ ગડીયા, ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાભી, ગોવિંદભાઈ વાઝા, ચંદ્રશેખરભાઈ પંડયા, મનસુખભાઈ મકવાણા, શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દેવીબેન ગોહિલ, તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેન બામણીયા, વેરાવળ તા.પં.સદસ્ય કાજલબેન ભજગોતર, વેરાવળ તા.પં.સદસ્ય શાંતાબેન મકવાણા, શહેર ઉપ પ્રમુખ રીઝવાનાબેન, શહેનાજબેન, કોંગ્રેસ મહિલા કાર્યકર બહેનો અને ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર : મો સઈદ મહિડા,  વેરાવળ

Related posts

Leave a Comment